મારામારી,લુંટ,રાયોટીંગ તથા અપહરણનાં ગુના કરનાર ઇસમને પાસા તળે અટકાયત કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પુર્વ કચ્છ ગાંધીધામ

બોર્ડર રેન્જ-ભુજ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ, તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ, ગાંધીધામ શ્રી મયુર પાટીલ સાહેબનાઓ તરફથી જિલ્લામાં શરીર સબંધી તથા મિલકત સબંધી ગુના આચરતા ઇસમો વિરૂધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવા જરૂરી સુચના થયેલ હોય જેથી આરોપી વિજયસિંહ ઉદયસિંહ જાડેજા નામના માથાભારે ઇસમ વિરુધ્ધ ચાલુ વર્ષે શરીર સબંધી તથા મિલકત સબંધી ચાર ગુના લાકડીયા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હોય જેથી એલ.સી.બી. દ્વારા તેના વિરુધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરેલ અને મહે. કલેકટરશ્રી કચ્છ-ભુજની કચેરીએ મોકલી આપવામા આવેલ અને મહે.કલેકટરશ્રી તરફથી વોરંટ ઇશ્યુ કરતા ઉપરોકત ઇસમને એલ.સી.બી. દ્વારા પાસા તળે અટકાયતમા લઇ લાજપોર સેન્ટ્રલ જેલ, સુરત ખાતે જેલ હવાલે મોકલી આપવામા આવેલ છે.
અટકાયતીનું નામ
વિજયસિંહ ઉદયસિંહ જાડેજા ઉ.વ. ર૭ રહે. શિવલખા તા.ભચાઉ, આ કામગીરીમા લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર, એસ.એસ.દેસાઇ તથા પોલીસ સબ ઇન્સપેકટર બી.જે.જોષી તથા એલ.સી.બી. સ્ટાફ જોડાયેલ હતો.