ભુજની પરોપકારી સેવારત સમિતિએ રવિવારના ગૌ નિરણનો પરીશ્રમી પુરૂષાર્થી પરફેક્ટ પર્ફોર્મન્સ વર્ક કર્યો

ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌસેવા સમિતિ દાતા રસિકલાલ કાંતિલાલ શાહ પરિવાર ભુજ વાળા તથા ચમનલાલ વલમજી પલણ પરીવાર (બોનાફાઈડ બ્રોકર અમદાવાદ વાળા) ના આર્થિક સહયોગથી ૧૫,૬૮૦ કિલો લીલી મકાઈના ઘાસચારાનું નિરણ તા. ૦૪ /૦૪ /૨૦૨૧ રવિવારના રોજ બપોરે સાડા ત્રણ વાગ્યે મુન્દ્રા તાલુકાના મોટી ભુજપર પાંગળાપોળ ખાતે સાડા નવ હજાર ગૌવંશજોને સમિતિના સીનિયર સિટીઝન અને યંગસ્ટર્સ જાંબાઝ ગૌયોધ્ધાઓ સાથે સ્થાનિક ગૌપાલકોની જહેમતથી આ કાર્ય સંપન્ન કરવામાં આવેલ હજુ આવા ગૌ નિરણ કાર્યમાં દાતાઓ દીલખોલી જગડુશા દાતાર જેવી દીલેરી બતાવે તો આ પરોપકારી પ્રવૃત્તિ વધુ નિખરી ઉઠે અને ફરી પાછી પૂર્વ પ્રમુખ સ્વ. ફુલેશભાઈ મંગલદાસ માહેશ્વરી જે રીતે આ સેવા યજ્ઞમાં ઓતપ્રોત થઈ વટવૃક્ષ બનાવી નાખી હતી એવી જ અને એનાથી પણ વધુ સારી રીતે પોઝીટીવ પરફેક્ટ પર્ફોર્મન્સ વર્ક બતાવી પાવરફૂલ પાવરલૂમ ઊભી કરી ગામે ગામ ફરી વળીશું એમાં તમામ પ્રકારનો દાતાઓનો સકારાત્મક સારો સહયોગ મળવો પણ અતિ જરૂરી બની રહે છે માટે આ સેવા યજ્ઞમાં આહૂતિ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે આપવા ઈચ્છતા દાતાઓ આ સમિતિના વર્તમાન ગૌ કેપ્ટન સચીન ડી. ગણત્રાનો આ નંબર +919825088096 પર સંપર્ક કરી આપી શકે છે યથાશક્તિ યોગદાન એવું આ સમિતિના સદસ્યો દ્વારા જણાવાયું છે.