અંજાર માંથી અપહરણ કરી દશ કરૉડની ખંડણી માંગવાના ગુનામા વધુ એક આરોપીને પકડી પાડતી અંજાર પોલીસ

ગઈ તા.૧૫/૦૧/૨૦૨૧ ના રોજ અંજાર મધ્યેથી એક વેપારીની દિકરીનું અપહરણ કરી લઈ જઈ તે વેપારી પાસે તે દિકરીની મુક્તિ માટે રૂપિયા દશ કરોડની માંગણી કરેલ જે અંગે અંજાર પોલીસ સ્ટે.ગુ.ર.ન.૧૧૯૯૩૦૦૩ર૧૦૦૩૫/ર૦ર૧ આઈ.પી.સી.કલમ-૩૬૩,૩૮૬,૫૦૬(૨), ર૯૪(ખ) મુજબ નો ગુનો દાખલ થયેલ. જે અન્વયે સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ-કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓએ આ ગુનામા પકડવાના બાકી આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોઇ જેથી નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજારના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટરશ્રી એમ.એન.રાણા સાહેબે અલગ-અલગ ટીમો બનાવી આ ગુનો કામેના પકડવાના બાકી આરોપીઓને શોધી કાઢવા અંગે કામગીરીમાં હતા તે દરમ્યાન પો.ઇન્સ.શ્રી એમ.એન રાણા સાહેબને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ઉપરોક્ત ગુના કામેનો એક આરોપી અંજારમાં હોવાની ચોક્કસ બાતમી આધારે તેના ઉપર વોચ ગોઠવી આરોપીને પકડી પાડી કાયદેસર કરવા આરોપીને રાઉન્ડ અપ કરેલ છે.

પકડાયેલ આરોપી:-

સુનિલ ઉર્ફે પપ્પુ કાંતિલાલ વાઘમશી(સોરઠીયા) ઉ.વ.ર૮ રહે. મ.ન.૧૩/સી રાધાકૃષ્ણ મંદિર પાસે જૂની કોર્ટ પાછળ વિજયનગર અંજાર આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એન.રાણા સાહેબ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.