જખૌ નજીક આશીરાવાંઢમાં પગપાળા જઈ રહેલ યુવાનને એસ.ટી. બસે હડફેટે લેતા કમકમાટીભર્યું મોત
copy image

અબડાસા ખાતે આવેલ જખૌ નજીક આશીરાવાંઢમાં પગપાળા જઈ રહેલ યુવાનને એસ.ટી. બસે હડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ જખૌનો 23 વર્ષીય યુવાન જયંતી કોલી ગત રાત્રે આશીરાવાંઢમાં મદિના હોટલ સામેના રોડ પર પગપાળા જઈ રહ્યો હતો તે સમયે ભુજ-નલિયા વાયા જખૌ એસ.ટી. બસના ચાલકે બેદરકારીથી બસ ચલાવી જયંતીને ટક્કર મારતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.