આ વર્ષે ઉનાળાના 41.8 ડીગ્રી તાપમાન સાથે ભુજ ગુજરાતનું સાૈથી ગરમ શહેર રહ્યું

મળતી માહિતી મુજબ/ શહેરનું મહત્તમ ઉષ્ણતામાન છેલ્લા 10  દિવસથી 40 ડીગ્રીથી વધુ રહ્યું હતું. રવિવારે પણ 41.8 ડીગ્રી તાપમાન સાથે ભુજ ગુજરાતનું સાૈથી ગરમ શહેર બની ગયું હતું. અલબત્ત કચ્છની પ્રાકૃતિક તાસીર પ્રમાણે સાંજ પછી ગરમીના પ્રમાણમાં ધરખમ ઘટાડો થતાં લોકો ટાઢક અનુભવે છે. અાગામી ચાર દિવસ ગરમીનું પ્રમાણ મહદઅંશે યથાવત રહેવાનો વર્તારો હવામાન વિભાગે દર્શાવ્યો છે. દરમિયાન સાંજે કંડલા અેરપોર્ટમાં ગરમીનો પારો 39.2, પોર્ટમાં 37.2 અને નલિયામાં 36.3 ડીગ્રી રહ્યો હતો. જોકે નલિયામાં લઘુત્તમ તાપમાન 20.2 ડીગ્રી અોછું રહ્યું હતું.