વિંઝાણના 60 વર્ષીય વૃદ્ધએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

copy image

copy image

વિંઝાણના 60 વર્ષીય વૃદ્ધએ ગળેફાંસો ખાઇ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ  વિંઝાણ ગામે રહેતા હતભાગી એવા ઉમરભાઇ તુરિયા ઘરે પરત ન આવતાં શોધખોળ કરવામાં આવે હતી. શોધખોળ દરમ્યાન બપોરે વાડી વિસ્તારમાં ઝાડમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલ હતા. હતભાગીના પત્ની બીમાર હોવા અને આર્થિક ભીંસના લીધે તે સતત ચિંતામાં હતા. આ અકળ કારણો વચ્ચે તેણે આ અંતિમ પગલું ભરી લીધું હોવાનું તપાસ દરમ્યાન સામે આવ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.