રાપર શહેરમા કોવિડ વેક્સિન બીજા તબક્કાની બે હજાર થી વધુ લોકોને આપવામા આવી

રાપર: હાલ કોરોના ના કહેર વચ્ચે સમગ્ર દેશમાં હાહાકાર મચી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર સામાજીક અને રાજકીય સંસ્થા દ્વારા કોવિડ-19 ની વેક્સિન લેવા માટે લોકો ને સમજણ આપી રહ્યા છે તે મુજબ પૂર્વ કચ્છ ના રાપર તાલુકા મા કે જ્યાં શિક્ષણ નો અભાવ જોવા મળે છે તેવા આ તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારોમાં કોવિડ-19 ની વેક્સિન લેવા માટે લોકજાગૃતિ કેળવવા માટે તંત્ર એ કમરકસી છે ત્યારે રાપર શહેરમાં રાપર નગરપાલિકા અર્બન હેલ્થ સેન્ટર સીએચસી રાપર અને વહિવટી તંત્ર તેમજ સામાજિક સંસ્થાઓ અને રાજકીય સંસ્થા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં વેક્સિન આપવા માટે કેમ્પ નું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં અર્બન હેલ્થ સેન્ટર ના ડો પૌલ નગરપાલિકા ના ચીફ ઓફિસર મૌલિક વૈંશ ડો. કશ્યપ સાદરીયા ડો. હેત રાદડિયા કંચન બેન સુવારીયા તેજલ ઉપાધ્યાય ક્રિષ્ના કટારીયા સરસ્વતી વસૈયા રીંકુ પટેલ મનિષા કટારીયા સહિત ના આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ એ વેકશિન આપવા માટે કામગીરી હાથ ધરી હતી તો વેકશિન લેવા માટે ભાજપના આગેવાનો શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની મહામંત્રી મેહૂલ જોશી લાલજીભાઈ કારોતરા ભીખુભા સોઢા નિલેશ માલી કાનજીભાઈ આહિર તુલસી ઠાકોર રામજીભાઈ પિરાણા સહિત ના આગેવાનો એ રાપર શહેર મા ઘરો ઘર જઈ વેક્સિન લેવા માટે લોકજાગૃતિ કેળવવા માટે પ્રયાસ કર્યો હતો તો છેલ્લા ચારેક દિવસ દરમિયાન રાપર શહેરમાં 2163 લોકો એ વેકશિન લીધી હતી
રાપર અર્બન હેલ્થ સેન્ટર ના ડો પૌલ અને નગરપાલિકાના ચીફ ઓફિસર મૌલિક વૈંશ એ એક સંયુક્ત રીતે જણાવ્યું હતું કે આજ ના સમય મા કોરોના વાયરસ ના રજકણ વાતાવરણ મા ભળી ગયા છે અને કોરોના વાયરસ ના રક્ષાત્મક પગલાં અંગે કોવિડ-19 ની વેક્સિન અસરકારક છે તે લેવા માટે લોકો અને શહેરીજનોને જણાવ્યું હતું વેકશિન થી કોઈ આડ અસર થતી નથી અને જે રીતે સોશ્યલ નેટવર્ક પર ખોટી રીતે માહિતી આપવા મા આવે છે તે તદ્દન ખોટી છે પ્રથમ તબક્કો અને બીજા તબક્કામાં મા લગભગ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ કે જે કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવે છે તેમણે લઈ લીધી છે હજુ સુધી આડઅસર થવા નો કોઈ પણ બનાવ આવ્યો નથી તો લોકો ને જો કોરોના વાયરસ સામે લડવું હોય પોતાના પરિવારજનો ની સલામતી રાખવી હોય તો વેકશિન લેવા ની જરૂર છે આજ ના સમય મા કોઈ પણ ખોટી માહિતી આપવા મા આવે છે તે લોકો જોઈ રહયા છે પરંતુ સાચી માહિતી આપવા મા આવી રહી છે તે લોકો જોવા નું ટાળે છે અને કોરોના વાયરસ ઝપટ મા આવી જાય છે આમ વાગડ વિસ્તારમાં કોરોના વેક્સિન અંગે લોકો મા જાગૃતિ લાવવા માટે તંત્ર એ કમરકસી છે