દુધઇમાં ફરી પાછી કોરોનાએ મારી એન્ટ્રી

મળતી માહિતી મુજબ/ દુધઇ પંથકમાં કોરોનાએ ફરી એન્ટ્રી મારતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. દુધઇ બેંક ઓફ બરોડાના ભુજ રહેતા મેનેજરે શનિવારે કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા ભુજ હોમ કવોરેન્ટાઇન થયા છે. આજ બપોરે દુધઇ બેંક ઓફ બરોડા સ્ટાફના લોકો કોરોના રીપોર્ટ કરાવવા માટે સા.આ. કેન્દ્રમાં ગયા હતા. જેમાં લોન ઓફિસરનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તે હોમ કવોરેન્ટાઇન થયેલા. જો કે બેંકમાં આજે સોમવાર હોવાથી સવારથી જ ભીડ જોવા મળી હતી. બેંકમાં કેસ પોઝિટિવ આવતાં લોકોમાં ગભરાહટ જોવા મળી હતી. આજે બપોરે કોરોના તપાસની કિટ ખલાસ થઇ જતાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. અંજારિયાને જાણ કરતાં તાત્કાલિક 50 કિટ મોકલાવી હતી. આજના કોરોના રીપોર્ટમાં બુઢારમોરાના વિસલપુર ગામમાં છ કેસ, ભવાનીપરના બે કેસ અને બુઢારમોરાના બે પોઝિટિવ કેસ આવ્યા હતા.