કોરોનાની સારવાર અર્થે ૧૦ તાલુકામાં ૫૦ બેડની સુવિધા કરવામાં આવશે

મળતી માહિતી મુજબ/ કચ્છમાં પણ ધીમી ગતિએ કોરોના કહેર ફરી પાછું માથું ઉચક્યું છે. ત્યારે અગમચેતીના પગલા સ્વરૃપે કલેકટર કચેરી ખાતે કોરોના રિવ્યું મિટીંગ યોજવામાં આવી હતી. જેમાં આગામી સમયમાં કોરોના વાઈરસ પર કાબુ મેળવવા વિવિધ પગલા ભરવા સુચના જાહેર કરાઇ હતી.
આ અંગે રાજયમંત્રીએ રાપરમાં રસીકરણની ધીમી ગતિ, નગરપાલિકાઓમાં વેકિસનેશનની સિૃથતિ, સેનેટાઈઝેશન અને માસ્ક વિતરણની કામગીરી વગેરે મુદાઓ અંગે સમીક્ષા કરી સંલગ્ન વિભાગના અિધકારી પાસેાથી માહિતી મેળવી હતી. ઉપરાંત કોરોનાના વાધતા કેસોને ધ્યાનમાં લઈ દરેક તાલુકામાં ૫૦ બેડની વ્યવસૃથા ઉભી કરવા પણ સુચન કર્યુ હતું.