જામનગર: બિયરના ટીન સાથે આરોપી ઝડપાયો

મળતી માહિતી મુજબ/ જામનગરના હિરજીમિસ્ત્રી રોડ ઉપરથી બિયરના 2 ટીન સાથે એક ઇસમને પોલીસે ઝડપી પાડ્યો હતો. જામનગરના હિરજીમિસ્ત્રી રોડ પર આવેલા શિવ કોમ્પ્લેક્ષ પાસે થી નવાગામઘેડ, ગોપાલચોકમાં રહેતા એક ઇસમને ઇંગ્લીશ બિયરના 2 ટીમ કિ.રૂા.200 સાથે સિટી સી ડિવિઝન પોલીસ ઝડપી પાડ્યો હતો. આ અંગે સીટી સી ડિવિઝન પોલીસ સ્ટાફના પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.