બારોઇના ખંડેરમાંથી રૂા. 1.14 લાખનો શરાબ જપ્ત
મુંદરાના બારોઇના એક ખંડેરમાંથી રૂા. 1,14,060નો શરાબનો જથ્થો એલસીબીએ કબજે કર્યો છે. આ કામના એક આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. મળતી માહિતી મુજબ મુંદરા વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળેલ કે, રાજેન્દ્રસિંહ ઉર્ફે મોટો રાજુ ભીખુભા જાડેજા બારોઇ ગામમાં આવેલા જૈન સેનેટેરિયમની સામે આવેલા ખંડેરના વરંડામાં શરાબનો જથ્થો ગેરકાયદેસર રીતે રાખ્યો છે. આ બાતમીના આધારે દરોડો પાડી અલગ-અલગ બ્રાન્ડની શરાબની નાની-મોટી બોટલ નંગ 398 જેની કિં. રૂા. 1,14,060 મળી આવી હતી. આરોપી હાજર મળ્યો ન હતો. મુંદરા પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાવી કાર્યવાહી કરાઇ હતી.