ચુડામા નદી કાંઠાના કુવામાં નહાવા પડેલા ૧૦ વર્ષના બાળકનુ ડુબી જતાં મોત નિપજ્યું

ચુડા જોરા પરા વિસ્તારમાં કોળિયા રામજી મંદિર પાસે રહેતા અને મરચા કટર ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા અજીતભાઈ પ્રભુ ભાઈ મીઠાપરાનો પુત્ર ધોરણ ચારમાં અભ્યાસ કરતો કુલદીપ તેમના પરિવારને જાણ કર્યા વગર તેમના નાના સાથિમિત્રો સાથે નદી કાંઠે આવેલા કૂવામાં નાહવા ગયો હતો બંને બાળકો બહાર નીકળી ગયા હતા. પરંતુ કૂલદિપ પાણી બહારન કળતા બંને બાળકો એ સમગ્ર ઘટનાની કુલદીપના પિતાને જાણ કરી હતી અજીતભાઈ મીઠાપરા કુવા પાસે દોડી આવ્યા હતા કૂવામાંપાણી વધુ હોવાથી બાળક મળી શક્યો ન હતો. અંદાજે બે કલાક મહેનત કર્યા બાદ કુલદીપ નો મૃતદેહ નજરે પડ્યો હતો કુલદીપ ના મૃતદેહને જોઈને લોકો માં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા લિંબડી ચુડા ૯૦૧૬૯૭૯૬૯૬