કોંગ્રેસ અગ્રણી હનીફબાવા પઢિયારે સ્વખર્ચે ૧૨ કિ.મીના રસ્તાઓ ઉપર નડતરરૂપ ઝાડી સાફ કરાવી

હાજાપર મિયાણી તા.૩

નુધાતડથી કનકપર તેમજ નુધાતડથી હાજાપર અને હાજાપરથી મિયાણી જવાના અંદાજે ૧૨ કિમી ના રસ્તાની બંને સાઇડો ઉપર ઝાડી ઝાંખરા ફેલાયેલા હતા જેને કારણે વાહનચાલકોને મુશ્કેલી ભોગવવી પડતી હતી જે કોંગ્રેસ અગ્રણી હનીફબાવા પઢિયારના ધ્યાને આવતા તેમણે સ્વખર્ચે મશીનો મોકલી ઉપરોક્ત કુલ ૧૨ કિમીના રસ્તાઓને નડતરરૂપ ઝાડીઓ હટાવડાવાની કામગીરી શરૂ કરાવી છે..

શ્રી પઢિયારના આ સેવા કાર્ય બદલ અબડાસા સરપંચ સંગઠનના ઉપપ્રમુખ જટુભા સોઢા, અબડાસા સરપંચ સંગઠનના મહામંત્રી રઝાકભાઇ હિગોરા, સોઢા રૂપસંગજી સામતજી,સોઢા કનુભા લાભસંગજી,સોઢા દેવુભા વંકાજી,સોઢા મંગલસિહ માધુભા, જાડેજા કનુભા મૂળુભા, ભાનુશાલી રાજેશ હેમરાજ, ભાનુશાલી નવીનભાઇ બુધીયાભાઇ,ગુસાઇ શંભુગર નારણગર,જોષી વિજયભાઇ પ્રતાપભાઇ, મહેશ્વરી શામજીભાઈ વેરશીભાઇ, મહેશ્વરી રતનશી માલશી,કોલી રાયધણ ઉમર સહિતના આગેવાનો અને  હાજાપર અને મિયાણીના ગ્રામજનોએ તેમજ  કનકપરના શાતિલાલ પરબતભાઇ પટેલ,વાડીલાલ પરબતભાઇ, ગોવિંદભાઈ હિરજીભાઇ પટેલ, નરસિંહભાઇ માવજીભાઈ પટેલ,મેઘજી રાયશી મહેશ્વરી,ડાડુભાઇ વેલાભાઇ મહેશ્વરી સહિતના આગેવાનો અને ગ્રામજનોએ એમનો આભાર વ્યક્ત કર્યો હતો..તેમજ નુધાતડના કિશોરસિંહ જાડેજા, ભાનુશાલી વિપુલભાઈ, ભાનુશાલી મનોજભાઇ, જાડેજા, મહેશ્વરી અર્જુન મનજી,  સહિતના આગેવાનો ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો સામાજિક અગ્રણી સાલેમોહંમદભાઇ પઢિયાર, હાજી અબ્દુલ કરીમ પઢિયાર, દાઉદ ફકીરમામધ ,હાફીઝભાઇ પઢિયાર સહિતના નુધાતડવાસીઓ આ ઝાડી હટાવવાની કામગીરી પૂર્ણ કરવા હનીફબાવા પઢિયારના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવી રહ્યા છે.

રિપોર્ટ બાય:દિલુભા જાડેજા-અબડાસા