સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાના પોલીસ ટીમ દ્વારા ઉમદા કામગીરી કરવામાં આવી

ચુડા પોલીસ દ્વારા લોકો ને માંસ પહેરાવી અને ગાઈડ લાઈન નુ પાલન કરવું જોઈએ તેવું નમ્રતાપૂર્વક સમજાવવામાં આવ્યું હતું. જીવલેણ કોરોનાવાયરસ ના વધતા જતા કેસને કારણે સમગ્ર રાજ્યમાં સ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી છે ત્યારે કોવિડ- 19 ની ગાઈડલાઈનનું સરકારશ્રી દ્વારા ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. કહેવામાં આવે તો બોટાદ થી લીબંડી જતાં ઇકો વાહન ચાલકને ચુડા પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા ત્યારે વાહનચાલકે માસ્ક પહેરેલ નહોતું જ્યારે ચુડા પોલીસ જવાનો દ્વારા વાહન ચાલકને માસ્ક પહેરાવી અને ફરીથી કોવિડ-19 ગાઇડ લાઇનનો ભંગ નહીં કરવા સુચના આપી હતી. સમગ્ર જિલ્લામાં જ્યારે કોરોના ના કેસ નો રાફડો ફાટયો છે ત્યારે કોરોનાના સંક્રમણને રોકવા માટે પોલીસ પણ પોતાની ફરજ ખુબ જ જવાબદારીપૂર્વક નિભાવી રહી છે એવામાં ભર ઉનાળે તડકામાં ઉભા રહી પોલીસ જવાનો દ્વારા માસ્ક વિતરણ કરી વાહનચાલકોને માસ્ક આપવામાં આવ્યા હતા.

રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા લિંબડી ચુડા, મો-9016979696