પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છની જિલ્લા કારોબારી બેઠક સ્વામિનારાયણ ગુરુકુળ કોડાયપુલ માંડવી ખાતે સંપન્ન થઈ

શિક્ષકોના પડતર પ્રશ્નો સહિત વિવિધ ઠરાવો પસાર કરવામાં આવ્યા.પ્રાથમિક શૈક્ષિક મહાસંધ કચ્છ જિલ્લા ની કારોબારી ની બેઠક ની શરૂઆત સરસ્વતી વંદના થી કરવામાં આવી હતી.ત્યાર બાદ છત્તીસગઢ ના બાજીપૂરા ખાતે નકસલી હુમલામાં શહીદ થયેલ જવાનોને બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.માંડવી તાલુકા અધ્યક્ષ રસિકભાઈ પરમાર દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.જિલ્લા મહામંત્રી રમેશભાઈ ગાગલ દ્વારા કારોબારી ના એજન્ડા વિશેની માહિતી આપ્યા બાદ ગત બેઠકના ઠરાવોનું વાંચન કરવામાં આવ્યું હતું.જેને ઉપસ્થિત તમામ કારોબારી સદસ્ય દ્વારા સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.વિભાગ સંગઠન મંત્રી કિશોરસિંહ ચુડાસમા દ્વારા ઇડર ખાતે યોજાયેલ અભ્યાસ વર્ગની માહિતી આપી.કાર્યકર્તા કેવો હોવો જોઇએ તેની સમજ આપી હતી.ત્યારબાદ જિલ્લા કોષાઅધ્યક્ષ વાલજી ભાઈ મહેશ્વરી દ્વારા ગત નાણાંકીય વર્ષના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા.તમામ તાલુકા દ્વારા તાલુકા કક્ષાએ યોજાયેલા રચનાત્મક કાર્યક્રમો,સદસ્યતા અભિયાન અને કચેરી મુલાકાત નો વૃત નિવેદન કરવામાં આવ્યું હતું.જિલ્લા અધ્યક્ષ રામસંગજી જાડેજા દ્વારા શિક્ષકોના પ્રશ્નોને વાચા આપી સંગઠન વિસ્તાર કરવા અને વધુ સભ્યો બનાવવા આહવાન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ તમામ તાલુકા અધ્યક્ષ /મંત્રી દ્વારા વિવિધ પ્રશ્નો જેવા કે નવી પેન્શન યોજના ને બદલે જૂની પેન્શન યોજના ચાલુ કરવી,100%જિલ્લા ફેર કરવા,સરહદી વિસ્તારના તાલુકામાં કવાર્ટર બનાવવા,વ્યાયામ- ચિત્ર-સંગીત શિક્ષકોને ઉચ્ચ પ્રાથમિક માં  વિકલ્પનો લાભ આપવો.બદલી કરેલ શિક્ષકો માટે 50% મહેકમ રાખી છુટા કરવા,HTAT શિક્ષકોને વહીવટી કેડર ગણવા,બી.આર.સી/સી.આર.સી ના પી.ટી.એ માં વધારો કરવો અને શાળા મુલાકાત માં બે શાળા ની જગ્યાએ એક શાળા આપવી.અને શાળા સ્વચ્છતા ગ્રાન્ટ અને કેન્ટીજન્સી ગ્રાન્ટ સત્વરે રિલીઝ કરવા,વિદ્યાસહાયક ને મળતી સ્પેશિયલ રજા બાબતે સ્પષ્ટતા કરી બોન્ડનો સમય ગાળો ઘટાડવા બાબત અને કેન્દ્રની જેમ સાતમા પગાર પંચના ભથ્થાઓ ચુકવવા,કોરોના સંક્રમણ વધતા એપ્રિલ માસ ની એકમ કસોટી મુલત્વી રાખવા બાબત,હાલ શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ છે ત્યારે શિક્ષકોને કોરોના કાળમાં પહેલાની જેમ ઓડી વન મુજબ શાળામાં બોલાવવા બાબત,સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મહેનતાણું ચુકવવા બાબત સહિતના પ્રશ્નોની રજુઆત કરવામાં આવી હતી.જે પૈકી વિવિધ પ્રશ્નોના સંકલન કરી પ્રાથમિક શૈક્ષિક મહાસંધ કચ્છ જિલ્લા દ્વારા જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને રાજ્ય કક્ષાએ રાજ્ય સંઘના અધ્યક્ષ/મહામંત્રીને રજુઆત કરવમાં આવશે.

આ તકે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ  કચ્છ જિલ્લા વરિષ્ઠ ઉપાધ્યક્ષ લાભુગીરી ગોસ્વામી,સંગઠન મંત્રી જખરાભાઈ કેરાસિયા,જિલ્લા સહ મંત્રી કાંતિભાઈ રોઝ,રાજ્ય પ્રતિનિધિ નારણભાઇ ગઢવી,પ્રેમસંગભાઈ બરાચ,કોષાધ્યક્ષ વાલજીભાઈ મહેશ્વરી,જિલ્લા ઉપાધ્યક્ષ પ્રહલાદભાઈ ગળચર,યશપાલ સિંહ જાડેજા,સહ સંગઠનમંત્રી જીતેન્દ્ર ભાઈ યોગી,રણજીતસિંહ પરમાર,જિલ્લા સહમંત્રી ઉમેશભાઈ પટેલ,જિલ્લા પ્રતિનિધિ વિજયભાઈ પંડ્યા અને ભરતભાઇ નાઈ,તથા નખત્રાણા તાલુકા અધ્યક્ષ છાયાબેન પટેલ,અબડાસા તાલુકા અધ્યક્ષ લખધીરસિંહ જાડેજા તથા ભચાઉ તાલુકા અધ્યક્ષ ભરતભાઇ ભુરિયા,લખપત તાલુકા અધ્યક્ષ હર્ષદભાઈ પટેલ,ગાંધીધામ તાલુકા અધ્યક્ષ દલપતભાઈ સોલંકી,રાપર તાલુકા અધ્યક્ષ નરેન્દ્રસિંહ જાડેજા,અંજાર અધ્યક્ષ રજનીભાઇ મકવાણા,અંજાર નગર અધ્યક્ષ રઘુભાઈ વસોયા તેમજ તમામ તાલુકા માંથી મંત્રી અને સંગઠનમંત્રી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કારોબારી નું સંચાલન ભુજ તાલુકા સંગઠનમંત્રી મનનભાઈ ઠકકરે  કર્યું હતું.તેમજ આભાર વિધિ જિલ્લા સહ મંત્રી કાંતિભાઈ રોઝે કરી હતી. સમગ્ર વ્યવસ્થા  માંડવી તાલુકા કારોબારી ટીમે સાંભળી હતી.તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ પરેશભાઈ છાત્રોડિયા ની યાદીમાં જણાવાયું છે.