ચૂડા વેપારી મહામંડળ દ્વારા સ્વંભુ લોકડાઉન કરવા માટે છત્રીચોક હોમગાર્ડ ઓફીસ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું

ચૂડા માં દિનપ્રતિદિન કોરના કેસ વધી રહ્યા છે તયારે એને કાબુમાં લેવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા શહેર ખાતે આવેલ વેપારી મહા મંડળ ચૂડા દ્વારા સ્વંમ્ભુ લોકડાઉન માટે હોમગાર્ડ ઓફીસે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૂડા તાલુકામાં કોરોના બે કાબુ બન્યો હોય એમ લાગતા તે ગંભીરતા ને ધ્યાન માં લઇ ચૂડાવેપારી મહામંડળ દ્વારા સ્વૈચ્છીક લોકડાઉન માટે મીટીંગ બોલવામાં આવી હતી. આ મીટીંગમાં ચૂડા મામલતદાર શ્રી.જાપડા સાહેબ , આરોગ્ય અધિકારી શ્રી અને તેમજ દરેક વેપારીભાઈઓ ઉપસ્થિતિમાં રહ્યા હતા. વધતા જતા કોરોના ના કેસને કાબુમાં લેવામાટે કુલ ચાર દિવસ એટલે કે આવતા રવિવાર.થી બુધવાર સુધી સ્વંમ્ભુ લોકડાઉન રાખવા નું નક્કી કરવામા આવ્યું હતું.વેપારી ભાઈઓએ સોવ ની સહમતીથી સ્વચ્છાએ લોકડાઉન કરવાનો નિર્ણય લીધો હતો.આ નિર્ણય ને લોકો પણ વધાવશે એવી આશા વ્યક્ત કરી હતી. મીટીંગ દરમ્યાન મામલતદાર જાપડા સાહેબશ્રીએ કોરોનાની મહામારીની ગંભીરતા અંગે સમજણ આપી હતી.તેમજ કોરોના સામે લડવા માટે ખુબજ સાવચેતી રાખવી પણ ગભરાવાની જરૂર નથી.સરકાર શ્રીની ગાઈડલાઈન નો અમલ થાય એ ખુબજ જરૂરી છે.અને વધુ માં વધુ રસી લોકો લે એ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડો.વાજા સાહેબે વધત્તા જતા કોરોના ની ગંભીરતા અંગે સમજણ આપી હતી.તેમજ ઉકાળા નું મહત્વ સમજાવ્યું હતું.
રિપોર્ટર’- મેટાલિયા મહિપત ભાઈ ચુડા લિંબડી