સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં લાલ મરચાની ખરીદીમાં લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં લાલ મરચાની ખરીદીમાં લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાનું ચુડા પવિત્ર વાંસળ નદીના કિનારે વસેલું આ નાનકડું શહેર છે ચુડા ની લાલ મરચા ની ખેતી દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે હાલ લાલ મરચાની સીઝન ચાલતી હોય લોકો પોતાના વપરાશ માટે લાલ મરચા ખરીદવા માટે દૂરથી ચુડામાં આવતા હોય છે ત્યારે ચુડા ના મરચા ખરીદી લોકોમાં સંતોષ જોવા મળ્યો હતો. ચુડા ગામ વર્ષોથી મરચા ના વાવેતર માં અગ્રેસર રહ્યું છે જેમાં ધોલર, કાશ્મીરી, રેશમ પટ્ટો,મરચી, વગેરે જાતોનું ઉત્પાદન ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. વાત કરવામાં આવે તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મોંઘા બિયારણ ખાતર દવા વગેરેના ખર્ચ વધવાથી આ વર્ષે મરચું થોડું મોંઘું થયું છે જેથી ગૃહિણીઓમાં ખરીદીમાં મરચાં પડ્યા તિખા લોકો રાયતા મરચા બનાવા, ભરેલા મરચાં, લાલ મરચાનું અથાણું તેમજ બારેમાસ પોતાના ઘર વપરાશ માટે લાલ મરચું ખરીદવા ચુડા આવતા હોય છે દૂર દૂરથી આવતા હોય છે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મરચું મોંઘું થતાં ગૃહિણીઓએ ખરીદીમાં તીખાશ અનુભવી હતી.

રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા, મો-9016979696