રાપર શહેરમાં આજે પચ્ચીસ રેપિડ એનટીજન ટેસ્ટ મા કેસ આવ્યા તો પોલીસે લાલ આંખ કરી બાવીસ ને દંડ ફટકાર્યો

રાપર: હાલ દિન પ્રતિદિન વાગડ વિસ્તારના રાપર તાલુકામાં પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે ત્યારે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરમાં પણ દિવસે દિવસે રેપિડ એનટીજન ટેસ્ટ મા કોવિડ 19 ના કેસમાં ઉછાળો આવ્યો છે ત્યારે આજે રાપર સીએચસી ખાતે આજે રેપિડ એનટીજન ટેસ્ટ ના 125 લોકો ના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં 25 જેટલા રેપિડ એનટીજન ટેસ્ટ મા કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે ઉપરાંત આજે પણ રાપર શહેરમાં કોવિડ અંતર્ગત ભંગ કરવા બદલ રાપર પોલીસ ઈન્સ્પેક્ટર એમ એમ જાડેજા એ એપીએમસી મુખ્ય બજારો દેના બેંક ચોક તેમજ બેંક સર્કલ સહિત ના વિસ્તારમાં માસ્ક વગર ફરતા બાવીશ લોકો ને દંડ ફટકાર્યો હતો તો સામાજીક અંતર ના રાખનાર અનેક લોકો ને સબક શીખવાડયા હતા. દિવસો દિવસ રાપર શહેરમાં પરિસ્થિતિ વણસી રહી છે તૈ ગામડામાં પણ કોવિડ 19 નો ઉછાળો આવ્યો છે અને એકટીવેટ કેસો ની સંખ્યા વધી રહી છે ત્યારે આજે જીલ્લા કલેકટર પ્રવિણા ડી કે તેમજ અનેક ઉચ્ચાધિકારીઓ એ રાપર શહેરમાં કોવિડ હોસ્પિટલ બેડ સાથે શરૂ કરવા માટે ગતિવિધિ તેજ કરી છે રાપર શહેરમાં લોકો સામાજિક અંતર અને માસ્ક નો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે તો વહિવટી તંત્ર એ હજુ વધુ કડક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે રાપર શહેરમાં અનેક દુકાનો પર લોકો ની ભીડ જોવા મળે છે જેના લીધે કોવિડ ના કેસમાં ઉછાળો આવ્યો છે અને વાગડ વિસ્તારમાં પરિસ્થિતિ વણસી રહી છે રાપર તાલુકાના ફતેહગઢ ગામે સ્વયંભૂ લોકડાઉન પાળવા નો નિર્ણય કર્યો છે જો રાપર શહેરમાં સ્વયંભૂ સવારે સાત થી ત્રણ સુધી ધંધા રોજગાર શરૂ રાખી ત્યારબાદ લોકડાઉન વેપારીઓ એ પાળવું જોઈએ જો આવી જ સ્થિતિ રહી તો વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરમાં ધરો ધર કોરોના ના કેસ જોવા મળે તે પરિસ્થિતિ ઉભી થાય તેમ છે આમ રાપર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચાલીસ જેટલા રેપિડ એનટીજન ટેસ્ટ ના કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે તો રાપર શહેરમાં પણ વધુ પચ્ચીસ કેસો આવતા ફફડાટ ફેલાયો છે.