જામનગર: બ્રાસના કારખાનામાં આગ લાગતાં ભંગારનો જથ્થો બળીને ખાક

મળતી માહિતી મુજબ/ જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં ગંગાદીપ ઇલેકટ્રોનીક કારખાનામાં આગ લાગી હતી. જેમાં ફાયર બ્રિગેડને બે ગાડીનું ફાયરીંગ કરી આગ પર કાબુ મેળવાયો હતો. ત્યાં સુધીમાં તો કારખાનામાં પડેલા ભંગારનો જથ્થો બળીને થયું ખાક. આ આગના બનાવ અંગે મહાનગરપાલિકાના ફાયર બિગ્રેડને જાણ કરાતા તુરંત ફાયરની ટીમ સાથે પહોંચી ગઇ હતી. જો કે આગ ઉપર કાબુ મેળવવા માટે બે ગાડીનું ફાયરીંગ કરવામાં આવ્યું હતું.