ચેન્નાઇ સુપર કિંગ તથા દિલ્હી કેપીટલની લાઇવ ક્રિકેટ મેચ ઉપર સટ્ટાનો કેશ શોધી કાઢતી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ

મે,પોલીસ મહાનીરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા શ્રી મયુર પાટીલ સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ-કચ્છ ગાંધીધામ નાઓ દ્રારા હાલમાં ચાલતી ટી-૨૦ મેચ ઉપર રમાતા સટ્ટાના કેશો શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાધેલા સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેકટર શ્રી ડી.એમ.ઝાલા ગાંધીધામ એ-ડીવીઝન પોલીસ સ્ટેશન નાઓને મળેલ મળેલ ચોક્કસ બાતમી આધારે જુનીકોર્ટ રોડ ઉપર આવેલ હરીકૃપા કોમ્પલેક્ષ ની નીચે ભાગેથી આઇ.પી.એલની ચેન્નાઇ સુપર કિંગ તથા દિલ્લી કેપીટલ ની લાઇવ મેચ ઉપર 81: -%ઈત નામની સાઇટ ઉપર બનાવેલ આઇ.ડી ઉપર સટ્ટો રમાડતા ઇશમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી પ્રકાશભાઇ અરવીંદભાઇ મહેતા ઉ.વ ૨૦ રહે. ૮ વીકાસ એપાર્ટમેન્ટ લીલાશાનગર ગાંધીધામ

મુદામાલઃ-

(૧) સેમસંગ કંપની નો મોબાઇલ નંગ €૧ કિ.રૂ.૧૦.૦૦૦/-

(૨) ર્‌ કડા રૂ.૧૫૦૦/-

કુલ્લે કિ.રૂ.૧૧૫૦૦/- નો મુદામાલ

ઉપરોકત કામગીરી પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.એમ.ઝાલા તથા ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ સ્ટાફ ના માણસો દ્રારા સફળ કામગીરી કરવામાં આવેલ છે.