બામણસર ગામના ઉતરાદે અધોફર સીમમાં આવેલા કાકરાવાળા ખેતરમાંથી ટવેરા કંપનીના એમ્બ્યુલન્સમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે ફુલ કિ.રૂ.૬ 0૫,૮૪૦/- નો મુદ્યમાલ સાથે પ્રોહી.નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આડેસર પોલીસ

માનનીય પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા ઇન્ચાર્જ ના.પો.અધિ.શ્રી વી.આર.પટેલ સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ તથા સી.પી.આઇ.શ્રી.એમ.એમ.જાડેજા સાહેબ રાપર સર્કલ રાપર નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પૂર્વ કચ્છ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહી/જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક સુચના આપેલ હોઇ. જે અન્વયે આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર વાય.કે.ગોહિલ નાઓ પોલીસ સ્ટાફ સાથે આડેસર ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમ્યાન એક એમ્બ્યુલન્સ રૉગ સાઇડમાં જઇ આડેસર ગામ તરફ ભાગતા તેનો પીછો કરી બામણસર ગામના ઉતરાદે અધોફર સીમમાં આવેલ કાકરાવાળા ખેતરમાંથી ટવેરા કંપનીના એમ્બ્યુલન્સ રજી.નં.૨રિ1.04.?/1.2887 વાળી પકડી તેમાથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમને પકડી પાડી તેના વિરૂધ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિ. એક્ટની કલમ તળે ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.