કચ્છમાં કોરોનાની સ્થિતિ બેકાબુ બની: ભુજમાં 22 પોઝિટિવ

મળતી માહિતી મુજબ/ કચ્છમાં કોરોનાની સ્થિતિ વધતી જોવા મળી રહી છે. હવે દરરોજ નવા કેસોનો વધારો થઈ રહ્યો છે. સાથે લોકોના ઝડપી થી મોત પણ થઇ રહ્યા છે. તંત્ર આંક બહાર નથી પાડી રહ્યું. તેના વચ્ચે રવિવારે ફરી અત્યાર સુધીના સાૈથી વધુ 53 કેસો પોઝિટિવ નોંધાયા છે. તો સક્રિય દર્દીઅોની સંખ્યા પણ ચિંતાજનક રીતે 383 પહોંચી ગઇ છે. રવિવારે વધુ અેક દર્દીઅે દમ તોડી દીધો હતો. તો 2 મહિનામાં સક્રિય કેસોની સંખ્યામાં 347નો વધારો થઈ રહ્યો છે.