ભાવનગરમાં 66.12 લાખનો માસ્ક દંડ પોલીસ દ્વારા વસૂલયો

મળતી માહિતી મુજબ/ ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર કરવામાં આવેલ લોકડાઉન, અનલોક તથા તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા 30/04/2021 સુધી ગુજરાત રાજ્યના મુખ્ય શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવેલ છે. લોકોએ પોતાના ઘરથી બહાર નિકળતી વખતે કોરોનાના સંક્રમણથી બચવા માટે કઈ રીતે તકેદારી રાખવી જોઇએ તે માટે ગુજરાત સરકાર દ્વારા ગાઇડલાઇન નું સૂચન કરવામાં આવેલ છે તો પણ અમુક લોકો દ્વારા નિયમનો પાલન ન કરતાં કરતા જણાઇ આવતા ભાવનગર રેન્જ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે.