મહુડી ગામમાં જાહેરમાં રમી રમાડતા વરલી મટકનો જુગાર ચાર ખેલીઓની કરાઇ ધરપકડ.
મહુડીમાં આજ રોજ એલસીબી દ્વારા બે જુદા-જુદા સ્થળોએ રેડ પાડી વરલી મટકના આંક ફરક્નો જુગાર રમી રમાડતા ચાર શખ્સોની ધરપકડ કરી છે. પોલીસમાંથી મળતી માહિતી અનુસાર મહુડી ગ્રામ પંચાયતના વડ પાસે કેટલાક શખ્સો વરલી મટકના આંક ફરક્નો જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે એલસીબીના હેડ.કોન્સ.મહેન્દ્રસિંહને મળતા તેમણે બાતમીના આધારે હેડ.કોન્સ.યજવેન્દ્રસિંહ,મહેન્દ્રસિંહ,ધીરેન્દ્રસિંહ સહિતના સ્ટાફે ત્યાં રેડ પાડી હતી. રેડ દરમ્યાન પોલીસે પંચાયતના વડ પાસે વરલી મટકના આંક ફરકનો જુગાર ચાલી રહ્યો હતો. જેમાં રાજુસિંહ વેજસિંહ રાઠોડ રહે,ભાદાવતવાસ મહુડી ગામ, અને બળવંતસિંહ રાઠોડ રહે, અનોડિયા ની ધરપકડ કરી હતી. આ ઉપરાંત મહુડી ગામમાં જ આવેલ મકાનવતવાસમાં જુગાર રમતા હોવાની જાણ થતાં પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે રેડ પાડતા વરલી મટકના જુગાર રમી રમાડતા દીપસિંહ પુંજસિંહ રાઠોડ રહે, વડનગર મહેસાણા ની ધરપકડ કરી હતી. જેના કબજામાંથી પોલીસે વરલી મટકાનો સાહિત્ય તેમજ રોકડ રૂપિયા સાથેનો મુદ્દામાલને કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, ઉલ્લેખનીય છે કે મહુડીમાં કેટલાક સમયથી જાહેરમાં રમાતા હોવાય છે. જેમાં બે શખ્સોએ તો ગ્રામ પંચાયત પાસે જ જુગાર રમવાનો અડ્ડો બનાવ્યો છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.