ગાંધીનગરના પ્રેમ પ્રકરણનો થયો અંતે ખુલાસો.
ગાંધીનગરના એક પ્રેમપ્રકરણનો ભયજનક અંત આવ્યો સામે વિપુલ પંડ્યા નામના શખ્સના મડર કેસનો રહસ્ય અંતે ઉકેલાયો છે. વિપુલના મડર તેની પત્ની તથા તેના પ્રેમી સમીર ઉર્ફે મુરાજ્ખાન પઠાણ નામના શખ્સે કરી હોવાનો બહાર આવ્યું છે. અસ્મા અને વિપુલ વચ્ચે અવાર-નવાર ઝઘડા તેમજ મદભેદો થતાં હતા. અસ્માના પ્રેમી સાથે સંબંધમાં તેને એક પુત્ર પણ છે. પરંતુ વિપુલને રસ્તાથી હટાડવા તેની પત્ની તથા તેનો પ્રેમીએ આ બનાવને અંજામ આપ્યો હતો. 19 એપ્રિલનો આ બનાવ છે. પત્ની અસ્મા તથા પ્રેમી સમીરે સાથે મળીને વિપુલને પથારીમાં જ ગળુ દબાવીને મોતની ભેટે ચડાવી દીધો હતો. ત્યાર બાદ વિપુલ ગાયબ થઈ ગયો છે તેવી ફરિયાદ નોંધવાઇ હતી. પોલીસે તેની કાર્યવાહી કરતાં કરાઇ રોડ ઉપર એક બંધ કારમાંથી વિપુલની દેહ મળી આવ્યું હતું. જો પહેલાના અસ્મા પોલીસને ખોટી વાતો કરીને ઉલજાવીને ગલત રસ્તે દોડાવતી હતી. જો કે પોલીસે સીસીટીવીના ફૂટેજ તેમજ કોલ્સ ડિટેલ્સની તપાસ કરતાં આ પ્રેમ પ્રકરણનો ખુલાસો થયો અને બન્નેની ધરપકડ કર્યા બાદ આગળની તપાસ હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.