જિલ્લામાં કુલ ૩૩ ફેસીલીટીમાં ૧૮૬૧ જેટલી પથારીઓની ક્ષમતા સાથેની હોસ્પિટલ, કોવીડ કેર સેન્ટર, એમ્પેનલ્ડ પ્રાઇવેટ હોસ્પિટલ કાર્યરત
હાલે નોવેલ કોરોના વાયરસ (કોવિડ-૧૯) રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી કાયદાકીય રીતે ત્વરીત હાથ ધરી શકાય તે હેતુસર એપેડેમિક ડીસીઝ એકટ ૧૮૯૭ અને ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા.૧૩/૦૩/ર૦ર૦વાળા જાહેરનામાથી રાજયમાં ધી ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન, ર૦ર૦ લાગુ કરવામાં આવેલ છે.
સબબ, કચ્છ જિલ્લામાં કોવિડ-૧૯ના પોઝીટીવ દર્દીઓને સરળતાથી સારવાર ઉપલબ્ધ થાય તે માટે વિવિધ ડેડીકેટેડ હોસ્પિટલોની સ્થાપિત કરવામાં આવેલ છે અને જરૂરીયાત મુજબ પથારીઓની ક્ષમતામાં વધારો કરવામાં આવી રહેલ છે. છેલ્લા દશ દિવસમાં ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ- (૩૩૭ બેડ), ડેડીકેટેડ કોવિડ હેલ્થ કેર – કોવિડ કેર સેન્ટરમાં (૬૩૮ બેડ) અને કોવિડ-૧૯ એમ્પ્પેનેલ્ડ પ્રાઈવેટ હોસ્પિટલ-(૧પ૧ બેડ) મળીને કુલ ૧૧ર૬ જેટલી પથારીઓની ક્ષમતા કોવિડ-૧૯ સારવાર માટે વધારી સુનિશ્ચિત કરાયેલ છે. હાલે કચ્છ જિલ્લામાં કુલ ૩૩ ફેસીલીટીમાં ૧૮૬૧ જેટલી પથારીઓની ક્ષમતા સાથેની હોસ્પિટલ, કોવિડ કેર સેન્ટર, એમ્પેનલ્ડ પ્રાઈવેટ હોસ્પિટલને કોવિડ – ૧૯ દર્દીઓની સારવાર માટે સ્થાપિત કરવામાં આવેલ છે, જે જાહેર હિતમાં અખબારી યાદી જણાવે છે.