પાકિસ્તાનના 8 નાગરિકો કચ્છના જખૌ બંદર નજીકથી 30 કિલો હેરોઇન સાથે ઝડપી પડાયા

મળતી માહિતી મુજબ/ એક સંયુક્ત ઓપરેશનમાં ગુરુવારે પાકિસ્તાનના 8 નાગરિકો કચ્છના જખૌ બંદર નજીક થી 30 કિલો હેરોઇન સાથે ઝડપી પડાયા છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસએ સંયુક્ત ઓપરેશન પાર પાડી ને આ સફળતા મેળવી છે. ઇન્ડિયન કાર્ડના અનુસાર આ ઓપરેશન ગુજરાત એટીએસની સાથે મળીને પાર પાડવામાં આવ્યું છે ગુરુવારે જખાઉ બંદર નજીકથી એક બોટ પકડાઇ હતી જેમાં આઠ પાકિસ્તાની નાગરિકો સવાર હતા અને તેમની પાસેથી 30 કિલો હેરોઇન પકડાયું હતું આ પાકિસ્તાની બોટ ભારતીય ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સમુદ્ર રેખાની નજીક પકડાઈ હતી.
રિપોર્ટ બાય:કરણ વાઘેલા-ભુજ