રાજ્યમંત્રીશ્રીએ ભચાઉ તાલુકાના ચોબારી ગામે ૧૫ બેડની કોવીડ હોસ્પિટલ શરૂ કરાવી

કોરોના ની પરિસ્થિતિમાં યોગ્ય આરોગ્ય વ્યવસ્થા ઊભી કરવા તેમજ ગ્રામીણ વિસ્તારોના
લોકો ને સારી સારવાર મળી રહે તે હેતુથી ગ્રામીણ ક્ષેત્રે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બેડની સુવિધા
ઉભી કરવા સરકારે વ્યવસ્થા કરી છે જે અન્વયે ભચાઉ તાલુકાના ચોબારી ગામે સામાજિક અને
શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ તેમજ પ્રવાસન રાજયમંત્રી શ્રી વાસણભાઇ આહિરે તાત્કાલિક ૧૫
બેડની કોવીડ હોસ્પિટલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે શરૂ કરાવી હતી. અને જરૂરિયાત
મુજબ બેડની સંખ્યા પણ વધારવામાં આવશે તેવું જણાવ્યું હતુ.
રાપર ભચાઉ માં કોવીડની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા રાજયમંત્રી શ્રી વાસણભાઇ આહિરે
કલેકટરશ્રી પ્રવીણા ડી.કે, ભચાઉ પ્રાંત અધિકારી પી.એ.જાડેજા,ડૉ.માઢક,ડૉ.કશ્યપ બુચ તેમજ અન્ય
અધિકારીઓ સાથે ચોબારી ગામ ની મુલાકાત લીધી હતી અને ત્યાં કોવીડ હોસ્પિટલ ઉભી કરવા
માટે જરૂરી વ્યવસ્થા માટે આહિર સમાજ વાડી તેમજ સ્કૂલનું જાતે નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી
સુવિધાઓ ઉભી કરવા માટે પ્રાંત અધિકારીશ્રી જાડેજાને જણાવ્યું હતું કે જેથી આસપાસના ગામના
લોકોને તત્કાલિક અને નજીકમાં જ સારવાર મળી રહે. આ તકે વાસણભાઇ એ ગામ લોકોને રસી
લેવા માટે પણ અપીલ કરી હતી.