બોટાદ જિલ્લામાં મશરૂભાઈએ બાગાયત વિભાગનો સંપર્ક કરી સરકારશ્રીની સહાય દ્વારા શાક્કર ટેટીની આધુનિક ખેતી કરી રૂપિયા ૩,૬૬,૦૦૦/- નો નફો મેળવ્યો
શ્રી મશરૂભાઈ નરશીભાઈ મેણીયા બોટાદ જિલ્લાના નાના પાળીયાદ ગામ ખાતે રહે છે. તેઓની ઉમંર ૫૬ વર્ષંની છે તેઓએ સાત ધોરણ સુધીનો અભ્યાસ કરેલ છે. તેઓની પાસે બાપ દાદાની ૪.૮૫ હેકટર સુધી જમીન છે. પોતે ખેડૂતપુત્ર હોય નાનપણથી જ બાપ-દાદાની પારંપરિક કપાસ, તલ, જુવાર વગેરે પાકોની ખેતી જોતા આવતા. પારંપરિક ખેતીમાં તેઓએ જોયું કે પુરતી માહિતીના આભાવે પાક સંરક્ષણ માટે દવાઓના ખર્ચ તથા તેનો વધારે પડતો ઉપયોગ, વિવિધ રોગો- જીવાતોનો અને પ્રાણીઓનો ઉપદ્રવ, ઓછું ઉત્પાદન અને ઓછા ભાવ વગેરે-વગેરે. આ વિકટ સમસ્યાથી છૂટવા મશરૂભાઈ સતત નવો માર્ગ શોધવા પ્રગતિશીલ રહેતા. તેઓ બાગાયતના અધિકારીશ્રીઓના માર્ગદર્શન હેઠળ શાખાના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહી ચાલુ વર્ષે ગ્રોકવર તથા મલ્ચીંગ સાથે શાક્કર ટેટીનું આધુનિક ખેતીની માહિતી મેળવી નવ વિઘાનું વાવેતર કરેલ જેમાં આવક-ખર્ચના આંકડા જોતા જણાવ્યું હતું કે, તેઓએ નવ વિઘાના વાવેતરમાં મલ્ચીંગ ખર્ચ રૂ. ૪૦,૦૦૦/-, ગ્રોકવર ખર્ચ રૂ. ૬૫૦૦૦/-, બીયારણ અને દવા તથા ખાતર ખર્ચ રૂ. ૧,૧૯,૦૦૦/- અને મજુરી તથા અન્ય ખર્ચ રૂ. ૬૦,૦૦૦/- એમ કુલ ખર્ચ રૂ. ૨,૮૪,૦૦૦/- થયેલ છે. પાક પુર્ણ કરવા માટે માત્ર ૯૦ દિવસ લાગે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૦- ૨૧ માં થયેલ નવ વિઘાની આવકની વિગતોમાં કુલ ઉત્પાદન ૫૧,૫૦૦/- કિ.ગ્રાનું થયું હતું જેની આવક ૬,૫૦,૦૦૦/-, ખર્ચ ૨,૮૪,૦૦૦/- તેમજ ૩,૬૬,૦૦૦/- રૂપિયા નફો થયો હતો.
શ્રી મશરૂભાઈની જેમ તમામ ખેડુતો પણ બાગાયત ખાતાની સહાય મેળવી પોતાની આવકમાં બમણો ફાયદો કરી શકે છે જેથી અરજી કરવા માટે Ikhedhut પોર્ટલનો ઉપયોગ કરી શકશે. હાલ આ યોજનાની ઓનલાઈન અરજી ચાલુ હોવાથી તમામ ખેડૂત મિત્રો httpps://www.ikhedut.gov.in પર અરજી કરી લાભ લઈ શકે છે. તથા વધુ માહીતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, બોટાદના ટેલિફોન નંબર. ૦૨૮૪૯ – ૨૭૧૩૨૧ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.