અંજાર પોલીસ સ્ટેશનના નાસ્તા ફરતા આરોપીનો કબ્જો મેળવતી અંજાર પોલીસ

અંજાર પોલીસ સ્ટેશન ગુ.ર.ન. ૧૧૯૯૩૦૦૩૨૦૧૫૩૭/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૩૦૭ વિગેરે મુજબ નો ગુનો ગઇ તા -૦૫/૦૯/ર૦ર૦ના રોજ જાહેર થયેલ જેગુના કામે આરોપી પુના ભાણા ભરવાડ રહે. રાપર વાળાએ તેના સાગરીતો સાથે મળી આ ગુનાને અજામ આપેલ અને મજકુર આરોપી અંજાર પો.સ્ટે ના પ્રોહી ગુ.ર.ન. ૧૧૯૯૯૩૦૦૩૨ર૧૦૨ર૪૧/૨૦૨૧ ના ગુનામા પકડાયેલ હોય અને મજકુર આરોપી ગુનો કર્યા બાદ આજદીન લગી નાસ્તો- ફરતો હોઇ તેનો કબ્જો નામદાર કોર્ટ માથી મેળવી અંજાર પોલીસ સ્ટેશન ગુ.ર.ન. ૧૧૯૯૩૦૦૩ર૦૧૫૩૭/ર૦ર૦ ઇ.પી.કો કલમ ૩૦૭ વિગેરે મુજબના ગુના કામે તેને અટક કરી તેના રીમાંડની માગણી સાથે નામદાર કોર્ટમા તા-૨૯/૦૪/૨૦ર૧ સુધીના રીમાંડ મેળવેલ હોય અને મજકુર આરોપી પુર્વ કચ્છ જીલ્લનો લીસ્ટેડ બુટલેગર હોઇ જે ગુજરાત રાજ્યના અલગ-અલગ જીલ્લાઓમા દારૂનો મોટો સપ્લાયર હોઇ અને એ પ્રોહીબીશનના ઘણા ગુનાઓમા નાસ્તો -ફરતો હોઇ જેથી મજકુર આરોપીને આપના પોલીસ સ્ટેશનના કોઇ ગુનાકામે જરૂરત હોઇ તો અંજાર પોલીસ સ્ટેશનના ફોન નં ૦ર૮૩૬- ર૪રપ૫૧૭ વાળા ઉપર સપર્ક કરવો . પકડાયેલ આરોપી પુનાભાઇ ભાણાભાઇ ભરવાડ ઉ.વ ૩૫ રહે. તકીયાવાસ રાપર તા-રાપર આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.એન.રાણા સાહેબ સાથે તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.