લીંબડી ટાઉનમાં ભલગામડા ગેટ પાસે થયેલ ખૂનનાં મુખ્ય આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી ખૂનનો ભેદ ઉકેલતી લીંબડી પોલીસ

સુરેન્દ્રનગર જીલ્લાના પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા નાઓએ જીલ્લામાં ખૂન , લૂંટ , ઘાડ જેવા શરીર સબંધી ગુના ઓ ડીટેક કરવા તેમજ ખુલ્લામાં નાસ્તા – ફરતા આરોપીઓને વહેલામાં વહેલી તકે ઝડપી લેવા સુચના કરવામાં આવી. મેં . ના.પો.અધિક્ષક ચેતન પી.મુંધવા ની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ તેમજ સી.પી.આઇ. આર.જે. રામ નાઓનાં સુચનાં તેમજ માર્ગદર્શન હેઠળ લીંબડી પોલીસ સ્ટેશનના ગુ.ર.નં ૧૧૨ ૧૧૦૩ ૧૨ ૧૦૦૯૪/૨૦૧૧ ઇ.પી.કો.કલમ .૩૦૨,૧૧૪ તથા જી . પી.એક્ટ કલમ -૧૩૫ મુજબના ગુનામાં નાસ્તા ફરતા આરોપી ઘર્મેશભાઇ ઉર્ફે કાળુ તથા હરદેવ નાસ્તા – ફરતા હોય જેને પકડી પાડવા અત્રેથી લીંબડી પોલિસ સ્ટેશન નાં પોલિસ સબ.ઇન્સપેક્ટર વી એન . ચૌધરી તથા લીબડી પોલીસ સ્ટેશનનાં સ્ટાફ દ્વારા હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સનાં આધારે તપાસ હાથ ઘરેલ તે દરમ્યાન લીંબડી પો.સ્ટે.નાં પો.હેડ કોન્સટેબલ દશરથસિંહ લાલજીભાઇ જાદવને ખાનગીરાહે બાતમી મળેલ કે સદરહુ ગુનાનો આરોપી આજરોજ લીંબડી – ધંધુકા લઇવે રોડ પરથી પસાર થવાનો હોય જે બાતમી મળતા લીંબડી પોલીસનાં પો.સબ ઇન્સ . વી.એન ચૌધરી સા . તથા લીંબડી પોલીસ સ્ટેશનનાં સર્વેલન્સ સ્કોડનાં પ્રો . ASI પુષ્પરાજભાઇ મુકેશભાઇ ધાંધલ તથા સર્વેલન્સ સ્કોડનો સ્ટાફ તથા હેડ કોન્સટેબલ દશરથસિંહ લાલજીભાઇ જાદવ વિ . પો.સ્ટાફના માણસોએ લીબડી – ઘંઘુકા હાઇવે રોડ પર આવેલ બોરણા ગામનાં પાટીયે સદરહુ આરોપીઓ હોય જે આરોપીઓને કોર્ડન કરી પૂછપરછ કરતા પ્રથમ આરોપીએ પોતાનું નામ ઘર્મેશભાઇ ઉર્ફે કાળુ સન / ઓફ અંબારામભાઇ ઝેઝરીયા જાતે – રાવળ , ઉ.વ. – ૨૧ તથા એક કાયદાનાં સંઘર્ષમાં આવેલ બાળક રહે . બન્ને મફતીયુપરુ રળોલ તો – લીંબડી સુરેન્દ્રનગર વાળો હોવાનું જણાવતા બંન્ને આરોપીઓને લીંબડી પોલીસ સ્ટેશન ખાતે લાવી સદરહુ ગુનાના કામેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે . લીંબડી પોલીસ સ્ટેશન ગુનાનાં કુલ આરોપીઓ ( ૧ ) ધર્મેશભાઇ ઉર્ફે કાળુ સન / ઓફ અંબારામભાઇ ઝેઝરીયા તથા ( કાયદાનાં સંધર્ષમાં આવેલ બે – બાળક ) રહે – ત્રણેય રળોલ તા – લીંબડી જી . સુરેન્દ્રનગર ના રહેવાસી છે.
રિપોર્ટર: મહિપત ભાઈ મેટાલિયા લીંબડી ચુડા, 9016979696