અમરેલી જિલ્લાના રાજુલા એન.એસ.યુ.આઈ(NSUI) સંગઠન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

સમગ્ર દેશ સહિત ગુજરાતભરમાં જ્યારે કોરોનાનો સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે બ્લડની પણ ખૂબ જરૂરિયાત પડતી હોય છે. ત્યારે રાજુલાના એન.એસ.યુ.આઈ (NSUI) સંગઠન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કુમાર શાળા નંબર ૧ ખાતે કરવામાં આવ્યું. આ તકે મારૂતિ ઘામ મંદિરના મહંત શ્રી પ્રભુદાસ બાપુ અને રાજુલા એન.એસ.યુ.આઈ (NSUI) ની ટીમ દ્વારા દિપ પ્રાગટ્ય કરી બ્લડ ડોનેશન કેમ્પ શરૂ કરવામાં આવ્યું હતું. અને સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ સાથે , સેનેટાઈઝરનો ઉપયોગ કરી, અને ફરજિયાત પણે માસ્ક પહેરીને રક્તદાતાઓ દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું. અને રાજુલાના ધારાસભ્ય અંબરીષભાઈ ડેર તથા તેમની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે નવકાર ચેરીટેબલ ટ્રસ્ટ મહુવા ના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અને રાજુલા શહેરના તથા આજુ-બાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું. રાજુલા એન.એસ.યુ.આઈ ગ્રુપ ની ટીમ ખડેપગે રહીને આ બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કર્યું હતું. અને રક્તદાનઓ દ્વારા ૫૧ બોટલ બ્લડ ડોનેટ કરવામાં આવી હતી. બ્લડ ડોનેશન કેમ્પના આયોજનમાં લોકોનો ખૂબ સારો પ્રતિભાવ મળ્યો હતો.
રીપોર્ટર:-ધર્મેશ મહેતા રાજુલા..