સામાન્ય બાબતે ઝઘડો તકરાર થતાં ચાર જેટલા ઈસમો દ્વારા ચાર જણાને મારી ઇજાઓ પહોચાડી ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી

ઝાલોદ તાલુકાના મોટીહાંડી ગામે સામાન્ય બાબતે ઝઘડો તકરાર થતાં ચાર જેટલા ઈસમોએ પોતાની સાથે લાકડીઓ લઈ દોડી આવી ચાર જણાને માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે. મોટીહાંડી ગામે ધામણખોબરા ફળિયામાં રહેતા તથા તેમની સાથે અન્ય વ્યક્તિઓ નજીકમાં આવેલ દુકાને પાન, મસાલા લેવા જતાં હતાં તે સમયે રસ્તામાં તેમનાજ ગામમાં રહેતા અને ત્યાં લાકડીઓ લઈ આવ્યાં હતાં અને ગામના આગેવાનોએ કાઢેલ જેમાં સાડા પાંચસો રૂપીયાની વહેંચણી બાબતે  લાકડીઓ વડે માર મારી શરીરે, હાથે, પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી નાસી જતાં આ સંબંધે ઈજાગ્રસ્ત એ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

રિપોર્ટ બાય: અનવર ખાન પઠાણ-દાહોદ