અંજાર ગાંધીધામ તેમજ ભચાઉમાં શરાબના 3 દરોડામાં 2 જબ્બે

મળતી માહિતી મુજબ/ સમગ્ર કચ્છમાં ગાંધીધામ, ભચાઉ તેમજ અંજારમાં શરાબના 3 દરોડામાં 2 ઇસમો પકડાયા. 1 ઈસમ ફરાર થયો હતો. પૂર્વ કચ્છમાં શરાબની કરાયેલી કાર્યવાહી અનુસાર ગાંધીધામ એ ડિવિઝન પોલીસે નવી સુંદરપુરીમાં દરોડો પાડયો હતો. જેમાં આરોપીના કબજામાં વિદેશી શરાબ રાખીને તેનું વેંચાણ કરતો હોવાની બાતમીને પગલે તપાસ કરાઈ હતી, જેમાં રૂા. ૩૭,૮૦૦ની ૧૦૮ નંગ બોટલ પોલીસે કબજે કરી હતી. દરોડા દરમ્યાન આરોપી હાજર મળ્યો ન હતો. બીજીતરફ ભચાઉ પોલીસે વોંધ, સામખિયાળી હાઈવે પર ભદ્રેશ્વર હોટલની પાછળ દરોડો પાડીને આરોપી જીતુ અરજણભાઈ કોલીને ૧૪૦૦ રૂપિયાની ચાર બોટલ સાથે ઝડપી પાડયો હતો. જેમાં ર૧૭પ ની કિંમતની ૬ બોટલ જપ્ત કરીને ઈસમની અટક કરાઈ હતી.