મોરબીના બેલા ગામે ખૂની હુમલાના કેસમાં વધુ એકની ધરપકડ

મળતી માહિતી મુજબ/ મોરબી તાલુકાનાં બેલાગામે ખેતર વાવવા રાખવા બાબતે મારમારીનો બનાવ બનેલ હતો જેમાં એક પક્ષેથી ફરિયાદ નોંધાવી હતી અને પોલીસને જણાવ્યું હતું કે તેમના વિરુદ્ધ ખેતરમાં ચણા સળગાવી નાંખવા બાબતની પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેનો ખાર રાખીને ફરિયાદી સાથે બોલાચાલી ઝગડો કરીને માર મારવામાં આવેલ ફરીયાદી વાસુરભાઇ અલ્પેશને છોડાવવા વચ્ચે પડતાં તેમને માથાના ભાગે ધોકાનો ઘા ફટકારીને જીવલેણ ઇજા પહોંચાડી હતી. તેમજ મારીને તેમને મદદગારી કરી હતી જેથી તાલુકા પોલીસે ફરીયાદ ઉપરથી આઇપીસી કલમ 307 સહીતની કલમો મુજબ ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અગાઉ આ ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જયારે ગઇકાલે તાલુકા પીઆઈ સહિતની ટિમે શખ્સની અટકાયત કરેલ છે.