મિયાત્રા ગામમાં જુગઠું રમતા 8 ઇસમો દબોચી પડાયા

મળતી માહિતી મુજબ/ જામનગર તાલુકાના મિયાત્રા ગામે ગઇકાલે સાંજે પંચકોશી એ ડિવિઝન પોલીસે છાપો મારી વિજરખી ડેમની પાછળના ભાગમાં ખુલ્લે આમ જુગાર રમતા 8 ઈસમોને રૂા.17890ની રોકડ સહિતના રૂા.2.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતાં.જામનગર તાલુકાના મિયાત્રા ગામમાં વિજરખી ડેમ પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં બાવળની ઝાળીઓમાં તિનપત્તીનો જુગાર રમતા હોવાની પંચકોશી બી ડિવિઝન પોલીસને હકીકત મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.