મોરબી: શરાબ તથા બીયરના ટીન સાથે આધેડની ધરપકડ

મળતી માહિતી મુજબ/ મોરબીના શનાળા રોડ સરદારબાગ પાસેની સોસાયટીમાં રહેતા આધેડના મકાનમાં પોલીસે બાતમીને આધારે રેડ કરી હતી ત્યારે ત્યાંથી પોલીસને બીયરના 72 ટીન મળી આવતા આધેડની અકાયત કરવામાં આવી હતી. શહેરના શનાળા રોડ ઉપર આવેલા સરદારબાગ પાછળની આદર્શ સોસાયટીમાં રહેતા આધેડે શરાબ-બીયરનો જથ્થો છુપાવ્યો છે તેવી પોલીસ સ્ટાફને બાતમી મળી હતી. જેના આધારે પોલીસ સ્ટાફે રેડ કરતા આધેડને ત્યાંથી બીયરના 72 ટીન મળી આવતા રૂપિયા 7200 ના મુદ્દામાલ સાથે હાલમાં આધેડની ધરપકડ કરવામાં આવેલ છે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.