શ્રી સાંઈ આશિઁવાદ હોસ્પિટલમા કોરોના દર્દીઓની થઈ રહી છે વિના મૂલ્યે સારવાર

અંજાર શહેર ની બિલકુલ નજીક અને નાની નાગલપર ગામની હદ મા આવેલ શ્રી સાંઈ આશિઁવાદ હોસ્પિટલ મા કોરોના દર્દી માટે નિ શુલ્ક સારવાર કરવામાં આવી રહી છે. ડો. હિતેશભાઈ ઠકકર અને તેમના પત્ની દ્વારા અને તેમના હોસ્પિટલ સ્ટાફ દ્વારા ખુબ મહેનત અને લગન થી કોરોના દર્દી ની સારવાર કરવામાં આવી રહી છે. વધુમાં કોઈ પણ દદીઁ અને તેમના પરિવાર ના સભ્યો ને ચા, પાણી, નાસ્તો, જમવાનુ તદન મફત સેવા આપવામાં આવે છે. કોરોના દર્દી ને અહિયા દરેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.