ભારતમાં અત્યારે કોરોનાવાયરસ ની બીજી લહેર કહેર વર્તાવી રહી છે તેની સાથે દેશમાં વેક્સિનેશન પણ ચાલી રહ્યું છે

આ વૈશ્વિક મહામારી માં કોરોના વોરિયર્સ નર્સ દ્વારા પોતાના પરિવાર કુટુંબ જ્ઞાતિ ગામ શહેર રાજ્ય તથા રાષ્ટ્રને જે દરેક ક્ષેત્ર ઘરકામ થી લઈને ઓક્સિજનના બાટલા તથા પથારીની સફાઇથી લઈ અગ્નિદાહ સુધી જે સતત મદદમાં છે. માતૃશ્રી  માતા બહેન દીકરી કે પત્નીના રૂપમાં ખુબજ હિંમતથી કામ કરી રહી છે આ જગદંબાને વંદન આજે નર્સ દિવસે એ બહેનો દીકરીઓ સતત પોતાની પરવા કર્યા વગર  10 થી 12 કલાક કોરોના સંક્રમિત લોકોની સતત સેવા કરી રહી છે. એનો માત્ર એક જ લક્ષ્યાંક છે કે મારા દેશના લોકો આ મહામારી મુક્ત થાય અને નિરોગી બની તંદુરસ્ત આરોગ્ય બને આવી સતત કર્તવ્યનિષ્ઠ નવદુર્ગા ને વિશ્વ નર્સિંગ દિવસ નિમિત્તે સત સત વંદન

રિપોર્ટર: મહિપતભાઈ મેટાલિયા લિંબડી