બોટાદ શહેરમાં તા. ૧૮/૦૫/૨૦૨૧ સુધી રાત્રિ કરફ્યુ અમલમાં
સમગ્ર દેશમાં COVID-19 ની અસરોને ધ્યાને લેતા National Disaster Management Authority ના નિર્દેશો મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૨૪/૦૩/૨૦૨૦ ના હુકમ ક્રમાંક ૪૦-૩/૨૦૨૦DM-1(A) થી સમગ્ર દેશમાં તા.૨૫/૦૩/૨૦૨૦ થી ૨૧ દિવસ સુધી આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવઓ મોકુફ રાખવામાં આવેલ ત્યાર બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના વખતોવખતના હુકમથી આ અવધી તા.૨૮/૦૨/૨૦૨૧ સુધી લંબાવવામાં આવેલ તથા કેટલીક પ્રવૃત્તિઓ તબક્કાવાર શરૂ કરવામાં આવેલ છે.
સમગ્ર દેશમાં COVID-19 ની અસરોને ધ્યાને લેતા National Disaster Management Authority ના નિર્દેશો મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૨૯/૦૪/૨૦૨૧ ના હુકમ ક્રમાંક ૪૦-૩/૨૦૨૦DM-1(A) થી અદ્યતન માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવેલ છે.
ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગના તા.૦૪/૦૫/૨૦૨૧, ના હુકમથી થયેલ નિર્ણય અનુસાર રાજ્યના બોટાદ શહેર સહિત કુલ – ૩૬ શહેરોમાં તા.૦૬/૦૫/૨૦૨૧ થી ના રાત્રિના ક્લાક ૨૦.૦૦ થી તા.૧૨/૦૫/૨૦૨૧ ના ૦૬.૦૦ સુધી રાત્રિ કરફ્યુ તથા નિયંત્રણો અમલમાં મુકવામાં આવેલ જેના અનુસંધાને તા.૦૫/૦૫/૨૦૨૧ ના હુકમથી બોટાદ જિલ્લામાં વિગતવાર જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. કોરોના સંક્રમણને ધ્યાને લેતા ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગના તા.૧૧/૦૫/૨૦૨૧ ના હુકમથી થયેલ નિર્ણય અનુસાર રાજ્યના બોટાદ શહેર સહિત કુલ—૩૬ શહેરોમાં તા.૧૨/૦૫/૨૦૨૧ ના રાત્રિના કલાક ૨૦.૦૦ થી ૧૮/૦૫/૨૦૨૧ ના ૦૬.૦૦ કલાક સુધી રાત્રિ કરફ્યું તથા નિયંત્રણો અમલમાં મુકવામાં આવેલ છે.
બોટાદ જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ – ૩૪, ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩(૧) તથા ૪૩, ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ – ૧૪૪, ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન, ૨૦૨૦ અંતર્ગત બોટાદ જિલ્લામાં તા.૧૨/૦૫/૨૦૨૧ ના રાત્રિના કલાક ૨૦.૦૦ થી તા.૧૮/૦૫/૨૦૨૧ ના ૦૬.૦૦ કલાક સુધી બોટાદ શહેરના તમામ વિસ્તારોમાં રાત્રિ કર્ફ્યુ રહેશે.
આ જાહેરનામામા જણાવ્યા અનુસાર રાત્રિ કર્ફ્યુના સમયગાળા દરમિયાન ફક્ત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે જેમાં બિમાર વ્યકિત, સગર્ભાઓ, અશક્ત વ્યકિતઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ રહેશે, મુસાફરોને રેલ્વે, એરપોર્ટ, એસ.ટી કે સીટી બસની ટીકીટ રજૂ કર્યેથી તેઓને અવરજવરની પરવાનગી આપવાની રહેશે, રાત્રિ કર્ફ્યુના સમયગાળા દરમ્યાન લગ્ન યોજી શકાશે નહી, આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો – અધિકારીઓ –કર્મચારીઓએ અવરજવર દરમ્યાન માંગણી કર્યેથી જરૂરી ઓળખપત્ર રજૂ કરવાના રહેશે, અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલ વ્યકિતઓએ તેમનું ઓળખપત્ર, ડોકટરનું પ્રેસ્ક્રીપ્શન, સારવારને લગતા કાગળો અને અન્ય પુરાવાઓ રજુ કર્યેથી અવરજવરની પરવાનગી આપવાની રહેશે, અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલ વ્યકિતઓ સાથે ફરજ પરના અધિકારી – કર્મચારીએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે, તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન કરવાનું રહેશે.
આ જાહેરનામામા વધુમાં જણાવ્યા મુજબ કોરોનાની પ્રર્વતમાન પરિસ્થિતીને ધ્યાને લેતા તા.૧૨/૦૫/૨૦૨૧ ૨૦.૦૦ કલાકથી તા.૧૮/૦૫/૨૦૨૧ ના ૦૬.૦૦ કલાક સુધીના સમગ્ર સમયગાળા દરમ્યાન બોટાદ શહેરમાં અમુક નિયંત્રણો મુકવાનું નક્કી કરેલ છે જેમાં આ સમયગાળા દરમિયાન તમામ આર્થિક – વ્યાપારીક પ્રવૃત્તિઓ જેવી કે દુકાનો, વાણિજયક સંસ્થાઓ, રેસ્ટોરન્ટસ (Take away Service સિવાય) તમામ લારી – ગલ્લાઓ, શોપિંગ કોમ્પલેક્ષ, અઠવાડીક ગુજરી, બજાર, હાટ, શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઈન શિક્ષણ સિવાય), સિનેમાં થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ – બગીચા, મનોરંજક સ્થળો, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમીંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના Malls તથા Commercial Complexes બંધ રહેશે, તમામ માર્કેટીંગ યાર્ડ તથા તમામ માર્કેટ બંધ રહેશે APMC માં શાકભાજી તથા ફળફળાદીનું ખરીદ વેચાણ ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૫૦ (પચાસ) વ્યકિતઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગાવાઈ યથાવત રહેશે, અંતિમ ક્રિયા – દફનવિધિ માટે મહત્તમ ૨૦ (વીસ) વ્યકિતઓની મંજુરી રહેશે, સરકારી, અર્ધસરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, finance tech સબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેકશન સેવાઓ, બેંકોનું ક્લીયરીંગ હાઉસ, એ.ટી.એમ, સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦ % સુધી સુનિશ્વિત કરવાની રહેશે, આવશ્યક સેવાઓને આ જોગવાઈ લાગુ પડશે નહી, તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો – મેળાવડાઓ સદંતર બંધ રહેશે, પ્રેક્ષકોની ઉપસ્થિતી વગર સ્પોર્ટસ કોમ્પલેક્ષ –સ્પોર્ટસ સ્ટેડીયમ – સંકુલમાં પ્રેક્ષકો વગર રમતગમત ચાલુ રાખી શકાશે, તમામ ધાર્મિક સ્થાનો જાહેરજનતા માટે બંધ રહેશે. ધાર્મિકસ્થાનો ખાતેની દૈનિક પૂજા – વિધિ ધાર્મિક સ્થાનોના સંચાલકો – પૂજારીશ્રીઓ દ્વારા જ કરવાની રહેશે, પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૫૦ % પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે.
આ સમયગાળા દરમિયાન આવશ્યક સેવા – પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જેમાં કોવીડ-૧૯ ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક – તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે, મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ, ઓકિસજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા, ડેરી, દુધ-શાકભાજી, ફળ ફળાદિ ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવા, શાકભાજી માર્કેટ તથા ફ્ર્ટ માર્કેટ ચાલુ રહેશે, કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાધ સામગ્રીનું વેચાણ અને તે વહેચવા માટેની ઓનલાઈન તમામ સેવાઓ, અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થું ટીફીન સર્વિસીસ અને હોટેલ, રેસ્ટોરન્ટમાંથી Take away Facility આપતી સેવાઓ, ઈન્ટરનેટ, ટેલિફોન, મોબાઈલ સર્વિસીસ પ્રોવાઈડર, આઈ.ટી અને આઈ.ટી. સબંધિત સેવાઓ, પ્રિંટ અને ઈલેકટ્રોનિક મિડીયા ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન, પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી., સી.એન.જી., પી.એન.જી. ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ પોર્ટ ઓફ લોડીંગ ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટ્સ તથા તેને સબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ પોસ્ટ અને કુરીયર સર્વિસ ખાનગી સિક્યુરીટી સેવાઓ, પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સબંધિત સેવાઓ કૃષિ કામગીરી પેસ્ટકન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ આંતરરાજય આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ તમામ પ્રકારના ઉત્પાદન ઔદ્યોગિક એકમો અને તેને રો મટીરેયલ પુરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે જે દરમિયાન કોવિડ-૧૯ સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે, બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે દરમિયાન કોવીડ-૧૯ સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ સમયગાળા દરમિયાન એ.ટી.એમ. માં નાણાંનો પુરવઠો સતત જળવાઈ રહે તે અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની રહેશે. તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન કરવાનું રહેશે. આ દરમિયાન કોવિડ સબંધિત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અન્ય સૂચનાઓ યથાવત રહેશે અને તમામે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
આ જાહેરનામું તા.૧૨/૦૫/૨૦૨૧ ના રાત્રિના કલાક ૨૦.૦૦ થી તા.૧૮/૦૫/૨૦૨૧ ના સવારના ૦૬.૦૦ કલાક સુધી રાત્રિ કરફ્યુ તથા નિયંત્રણો અમલમાં રહેશે અને બોટાદ શહેરના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે.
આ હુકમનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.