ગુજરાત સરકારનાં રાજ્ય મંત્રી માન. શ્રી વાસણભાઈ આહિરની તમામ ગ્રાન્ટમાંથી રૂ.૧.૫૦ કરોડ આરોગ્યના સાધનો માટે ફાળવવામાં આવશે

અંજાર વિધાન સભા મતવિસ્તાર ની તમામ આગામી વર્ષ ની ૧.૫૦ કરોડ ની ગ્રાન્ટ અંજારમાં આરોગ્ય વિષયક સેવાઓ જેવી કે ઓકસીજન પ્લાન્ટ,ફ્લો મીટર,બાયપેપ્ તથા અન્ય મેડિકલ ના જરૂરી સાધનો ની ખરીદી માટે ફાળવવા માં આવી છે જેથી ભવિષ્ય મા કૉવિડ જેવી મહામારી કે અન્ય કાયમી ધોરણે હોસ્પિટલોને જરૂરી સુવિધાઓ માટે હવે ભુજ જવું નહી પડે.

કોવિડ – ૧૯ સંક્રમિતોની સારવાર માટે અતી મહત્વની ગણાતી ટ્રીટમેન્ટ ઉપરાંત તમામ આરોગ્ય વિષયક સુવિધાઓ માટે ગુજરાત સરકારના મંત્રી શ્રી વાસણભાઇ આહીર ના આ ત્વરીત નિર્ણય ને અંજાર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા મંત્રી શ્રી નો આભાર ભાજપ અંજાર વતી શહેર પ્રમુખ હેમંત (ડેની) આર શાહ જિલ્લાના  ઉપ પ્રમુખ શ્રી ભરતભાઈ શાહ જિલા મંત્રી શ્રી વસંત ભાઈ કોડરાણી મુંદ્રા તાલુકા સહપ્રભારી સંજય દાવડા તથા શહેર ભાજપ ના મહામંત્રી દિગંત ધોળકિયા તથા અશ્વિનભાઈ સોરઠીયા દ્વારા ઘણી પરેશાનીનો સામનો કરવો પડતો હોય એવા સાધનો માટે ગ્રાન્ટ ફાળવવા માટે આભાર ની લાગણી વ્યક્ત કરવા માં આવી હતી.

માન. મંત્રીશ્રી વાસણભાઈ આહીરની આ ગ્રાન્ટ ફાળવવાની આ પહેલ ને અંજાર નગરપાલિકાનાં અધ્યક્ષા શ્રીમતી લીલાવતી બેન પ્રજાપતી,ઉપપ્રમુખ બહાદુરસિંહ જાડેજા નેતા સુરેશ ભાઈ ટાંક કારોબારી ચેરમેન વિજયભાઈ પલણ તથા દંડક વિનોદ ચોટારા વિ. એ અંજાર વતી આભારની લાગણી દર્શાવી તેમનો આભાર માનેલ છે.

રિપોર્ટ બાય: હીનલ જોશી -અંજાર