રાત્રી પેટ્રોલીંગ દરમ્યાન શેખડીયા ગામની સીમમાંથી ભારતીય બનાવટનાં ઇગ્લીશ દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મુંદરા મરીન પોલીસ

મેં.શ્રી જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી સૌરભસિંધ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ તરફથી પ્રોહી/જુગારની બદી સદંતર નાબુદ કરવા તેમજ નાઇટ પેટ્રોલીંગ અસરકારક રીતે કરવા સુચનાં થઇ આવેલ હોય જે અન્વયે શ્રી જે.એન.પંચાલ નાયબ પોલીસ અધીક્ષકશ્રી ભુજ વિભાગ ભુજનાઓનાં માર્ગદર્શન હેઠળ શ્રી જી.વી.વાણીયા 25 મુંદરા મરીન તથા તાબાનાં માણસો (૧)એ.એસ.આઇ–સુરેશભાઇ એમ યાદવ (ર)પો.હે.કો.સિંધ્ધરાજસિંહ પી ઝાલા(૩) પો.કોન્સ.મુકેશભાઇ આર ચૌધરી તથા ડ્રાઇવર રવજીભાઇ એચ રબારી વિગેરે સ્ટાફ નાઇટ પેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન લુણી ગામનાં રેલ્વે ફાટક પાસે એક મોટર સાયકલ ચાલક રાઘા ડોસા પારાધી ઉ.વ.૪૦ રહે.ગામ હમીરામોરા તા.મુંદરા વાળો નશાયુકત હાલતમાં મળી આવતાં તેની અંગ જડતી કરતાં સ્પેશીયલ વહીસ્કીની બોટલ નંગ-૧ કિ.રૂ.૪૦૦/-ની મળી આવેલ જે ઇસમ વિરૂધ્ધ એમ.વી.એકટ કલમ ૧૮૫ તથાપ્રોફી કબ્જાનો કેસ કરવામાં આવેલ આ ઇસમની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતાં આ દારૂની બોટલ શેખડીયા ગામનાં અને સીમ વિસ્તારમાં ગાય-ભેંસનો વાડો ચલાવતાં ગોકુલ પબુભાઇ ગઢવી પાસેથી લઇ આવેલ હોવાનું જણાવતાં મજકુરને સાથે રાખી ગાય ભેંસનાં વાડામાં તપાસ કરતાં ગોકુલ પબુભાઇ ગઢવી ઉ.વ.ર૮ રહે.ગામ શેખડીયા તા.મુંદરા વાળો હાજર મળી આવેલ તેનાં કબ્જાનાં વાડામાં આવેલ ઓરડીમાં તપાસ કરતાં પાર્ટી સ્પેશીયલ વ્હીસ્કી ભારતીય બનાવટનાં ઇગ્લીશ દારૂની બોટલો નંગ.-૧૪૪ કિ.રૂ.૫૭૬૦૦/- નો મળી આવેલ આ દારૂ બાબતે આ ઇસમથી પુછપરછ કરતાં મંગા કાના ગઢવી રહે.શેખડીયા તા.મુંદરા વાળાનુ હોવાનું જણાવતાં તેઓ તમામ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.