ઉના શહેરમાં સ્ટેશન પ્લોટ વિસ્તારમાં એક શખ્સે વધુ રૂપિયા કમાવાની લાલચ આપતા કર્યો રૂ.11.28 લાખનો વિશ્વાસઘાત.
ઉના શહેરમાં આવેલા સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા પરેશભાઇ પરસોતમભાઈ સુતરિયા એ ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. તેમને કોઈ રાજેશભાઈ નામના શખ્સેએ મો.નં.087 0397 177 ઉપર ફોન કરીને કહેલું કે, અમારી સૉફ્ટવેર કંપનીમાં પૈસા રોકશો તો ઘણો ફાયદો થશે તેમજ ઘણી રકમનો ફાયદો થશે. વધુ ફાયદાની લાલચમાં આવીને 1/11/17 થી 29/11/17 સુધીમાં પરેશભાઇએ 11 લાખ 28 હજાર પાંચ રૂપિયા રોક્યા હતા જેમાં રાજેશભાઈએ 1 લાખ 46 હજાર 250 પરેશભાઈના ખાતમાં જમા કરાવ્યા હતા. બાકીના પૈસા 9 લાખ 81 હજાર 495 પરત પાછા ન આપતા તેમજ કોઈ જવાબ કે ફોન ન ઉઠાવતા પરેશભાઈ સાથે રાજેશભાઈએ વિશ્વાસઘાત કર્યો છે. તેવી ઉના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ એસીપી. પ્રવીણકુમાર આગળની તપાસ કરી રહ્યા છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.