રાજયમાં ફરી મગફળીના ગોડાઉન માં આગ લાગી
રાજયભરમાં સરકારે ખરીદેલી મગફળી ગોડાઉનમાં આગ લાગવાનો સિલસિલો હજુ પણ ચાલુ છે. રાજકોટના શાપર વેરાવળી જીઆઇડીસી ખાતેના સરકારી ગોડાઉનમાં રખયેલી મગફળીના ગોડાઉનમાં ગત સાંજથી લાગેલ આગ હજુ યથાવત છે.
તે અગાઉ રાજકોટના જૂના માર્કેટ યાર્ડમાં મગફળી રાખવા માટેના બારદાનના ગોડાઉનમાં આગ લાગવાથી અંદાજે ૧૫ થી ૧૭ કરોડનું નુકસાન થયું હતું. તે પહેલા પણ ગોંડલમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો તે મુદો વિધાન સભામાં પણ ગાજયો હતો.
વધુ અપગેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.