દાહોદ શહેરના મુખ્ય બસ સ્ટેશન ખાતે બસ ડેપો દ્વારા એસ.ટી. બસોના તમામ રૂટો બંધ કરી દેવાયા

તાઉતે વાવાઝોડાના પગલે દાહોદ જિલ્લાનું મુખ્ય મથક એવા દાહોદ શહેરના મુખ્ય બસ સ્ટેશન ખાતે બસ ડેપો દ્વારા એસ.ટી. બસોના તમામ રૂટો બંધ કરી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. અંદાજે ૫૫ થી ૬૦ જેટલી જુદા જુદા બસના રૂટો બંધ કરી દઈ બસ સ્ટેશન ખાલી કરાવવામાં પણ આવી રહ્યું છે.
તાઉતે વાવાઝોડાના પગલે ગુજરાત રાજ્યમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ સાથે એનડીઆરએફની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે. ગઈકાલથી તાઉ પે વાવાઝોડાની અસરો જાે વા મળી રહી છે અને દાહોદ શહેર સહિત જિલ્લામાં પણ ગઈકાલથી આ તાઉ પે વાવાઝોડાની અસરો જાેવા મળી હતી અને આ વાવાઝોડામાં મુસાફરોને કોઈ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને તકેદારીના ભાગરૂપે દાહોદના મુખ્ય બસ સ્ટેશનની અંદાજે ૫૫ થી ૬૦ જેટલી બસો બંધ કરી દેવામાં આવી છે. તમામ રૂટો હાલ નિર્ધારીત સમય માટે બંધ કરી દેવામાં આવ્યાં છે. સાઉથ ઝોન, સૌરાષ્ટ્ર અને કચ્છ જતી તમામ બસો બંધ કરી દેવામાં આવી છે. આ સિવાયની બસોના રૂટો પણ બંધ કરી દેવામાં આવ્યાં છે જે મુસાફરોએ એડવાન્સ બુકીંગ કર્યું હતું તેઓને દાહોદ એસ.ટી. ડેપો દ્વારા રીફંડ પણ આપી દીધું છે ત્યારે આ રૂટો કેટલા દિવસો માટે બંધ કરવામાં આવ્યાં છે તે હાલ જાણી શકાયું નથી પરંતુ એસ.ટી. વિભાગને અને મુસાફરોને કોઈ નુકસાન અને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. બસ સ્ટેશનને ખાલી પણ કરવામાં આવી રહ્યું છે.
રિપોર્ટ બાય : અનવર ખાન પઠાણ