કલોલ તાલુકાનાં બાલવા હનુમાનજીના મંદિરની ચોરીમાં બે શખ્સોની કરાઇ ધરપકડ.
કલોલ તાલુકાનાં બાલવા ગામ પાસે રેલ્વે ફાટક નજીક આવેલ હનુમાનજીના મંદિરની દાનપેટી તોળી નાખવાનો બનાવ બે દિવસ પહેલા જ બહાર આવતા કલોલ પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી હતી. જેમાં પોતાના ખબરીઓને કામ ઉપર લગાડયા હતા. તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના PSI પોતાની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન દાનપેટી ને તોડનાર વ્યક્તિઓ ચોરીના પ્રોહી મુદ્દામાલ સાથે બાલવા ચોકડી પાસેથી પસાર થનાર છે. તેવી ખબર મળતા. હેડ કોન્સટેબલ પ્રકાશભાઈને જાણ થતાં વોચ ગોઠવીને આરોપી ગણેશજી રત્નાજી ઠાકોર તથા હોમાતાજી પોપટજી ઠાકોરને ચોરીમાં ગયેલા રૂ.1808ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા.પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને પૂછતાછ કરવામાં આવી કે આ ચોરીમાં ત્રીજી પણ કોઈ વ્યક્તિનો સમાવેશ છે કે, કેમ તે જાણવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.