કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી કોઠારા પોલીસ પશ્ચિમ કચ્છ ભુજ

મળતી માહિતી મુજબ / પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંગ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા વી.એન.યાદવ સાહેબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી નખત્રાણા વિભાગ તથા વાય.એન.કેઉઆ સાહેબ સી.પી.આઇ.શ્રી. નલીયા નાઓએ દારૂ તેમજ જુગારની બદી નાબુદ કરવા સુચના તથા માર્ગદર્શન હેઠળ કોઠારા પો.સ્ટૅ. વિસ્તારમા જી.પી.જાડેજા પો.સબ ઇન્સ. કોઠારા પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ કીશોરર્સિહ ઝાલા નાઓને મળેલ બાતમી આધારે વરાડીયા ગામે ઉમર આમધ મંધરાની વાડીમાં અમુક ઇસમો ધાણીપાસા વડે રૂપીયાની હારજીતનો જુગાર રમે છે જે બાતમી હકીકત અન્વયે તુરંતજ વર્ક આઉટ કરી બાતમી હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા એમ કુલ્લે રૂપીયા ૧,૧૪,૫૩૦/- ના મુદામાલ સાથે ઉપરોક્ત તમામ આરોપીઓને પકડી જુગારધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આ કામગીરીમાં પો.સબ.ઇન્સ. જી.પી.જાડેજા તથા પો.હેડ કૉન્સ. વર્મેન્દ્રસેહ ઝાલા તથા પો.હેડ કોન્સ. પ્રવિણસિંહ ટી જાડેજા તથા પૉ.હેડ કૉન્સ. અરવિંદભાઇ પરડવા તથા પો.કોન્સ. અલેપેશભાઇ કરમટા તથા પો.કોન્સ. પ્રકાશભાઇ વજીર તથા પો.કોન્સ. પ્રકાસભાઇ ચૌધરી નાઓ જોડાયેલ હતા.