હૈદરાબાદ શહેરની ઉસ્માનિયા જનરલ હોસ્પિટલના વોર્ડબોયે કર્યો પીડિત મહિલા પર દુષ્કર્મ.
સબસલામતી બાંગ પુકારતી ભારતદેશની સરકારને લાચાર નિર્બલ મહિલાઓ પર થઈ રહેલા અત્યાચારો અને તેની ચીસો નથી સંભળાતી તેવું દેશમાં દિવસો દિવસ વધતાં બળાત્કારના બનાવો નોંધાતા હોય છે. જેમાં હૈદરાબાદ શહેરની ઉસ્માનિયા જનરલ હોસ્પિટલમાં એક દર્દી મહિલા પર ત્યાંના જ વોર્ડબોયે બળાત્કાર ગુજારવાની ઘટના બહાર આવી રહી છે. જેમાં આ વેહસી વોર્ડ બોય તેમજ ત્યાં ફરજ બજાવતા હોમગાર્ડને પણ પકડી પાડવામાં આવ્યો છે. આ વોર્ડબોય ઉપર મહિલા દર્દી સાથે બળાત્કાર ગુજારવાનો આરોપ છે. ત્યારે હોમગાર્ડ ત્યાં ફરજ ઉપર હાજર હોવા છતાં મૂક દર્શક તરીકે આ બનાવ જોતો રહ્યો હતો. તેથી તેની ફરજમાં બેદરકારી બદલ પકડી પાડવામાં આવ્યો છે. આરોપીએ મહિલા ઉપર બળાત્કારનો ગુન્હો કબુલ કર્યો છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.