માંડવીમાં ઢળતી સાંજે ડમ્પિંગ સ્ટેશનમાં આગ લાગી

b8d68091-fec1-4257-a293-5a94521e7026

કરછ જીલ્લાનાં માંડવી શહેરમાં નલીયા રોડ પર માંડવી નગર સેવા સદનનાં ડમ્પિંગ સ્ટેશનમાં મંગળવારે મોડી સાંજે શોર્ટ સર્કીટનાં કારણે ભયંકર આગ લાગી હતીં.શહેરનાં જાગૃત નાગરીકોએ આ બાબતે તંત્રને જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમ બનાવનાં સ્થળે પહોંચતાં પાણીનાં ફુવારાથી આગને કાબૂમાં લેવામાં આવી હતી.P G V C L વિભાગનાં અધિકારી તૃપ્તિબેનને જાણ કરતાં હરશીભાઈ ચંઢારિયા નાં નેતૃત્વ હેઠળ ક્રમચારીઓએ તાત્કાલિક તે વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દેવાયો હતો.મામલતદાર જયેશભાઈ રાવળ,નાયબ મામલતદાર વિજયભાઇ ગઢવી તેમજ નગરપાલિકાનાં ક્રમચારીઓ વગેરે દોડી ગયા હતાં.