દાહોદ તાલુકાના ખરોદા ગામેથી પોલીસ એક સ્કોર્પિયો ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો કિંમત રૂા.૧,૭૮,૨૪૦ માડી આવેલ

ગાડી મળી કુલ રૂા.૪,૭૮,૨૪૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યા છે. જ્યારે પોલીસને જોઈ ગાડીમાં સવાર બે ઈસમો નાસી જવામાં સફળ રહ્યાં હોવાનું જાણવા મળે છે.દાહોદ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે ગત તા.૨૪મી મેના રોજ રોજ ખરોદા ગામે ટાંડી ફળિયામાં વોચ ગોઠવી ઉભા હતાં. આ દરમ્યાન ત્યાંથી એક સ્કોર્પિયો ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસે તેનો પીછો કર્યો હતો. પોલીસને પીછો કરતાં જોઈ ગાડીમાં સવાર રાકેશભાઈ પારસીંગભાઈ મિનામા (રહે. મુવાલીયા,તા.જિ.દાહોદ) તથા તેની સાથેનો બીજો એક ઈસમ એમ બંન્ને જણા પોલીસને જોઈ નાસી ગયાં હતાં. પોલીસે ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની બોટલો નંગ.૧૭૬૦ કિંમત રૂા. ૧,૭૮,૨૪૦ ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા. ૪,૭૮,૨૪૦ નો મુદ્દામાલ કબજે કરી દાહોદ તાલુકા પોલીસે ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ બાય : અનવર ખાન પઠાણ